શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ દ્વારા આયોજિત
TIMEX CUP
એરીયા વાઈઝ ક્રિકેટ ટુર્નામેન્ટ-2024

TIMEX CUP ના ટાઈટલ સ્પોન્સર
શ્રીમતી ભાગ્યવંતી જગશી સામત સાંગણ ગાલા પરિવાર (વિલેપાર્લે-ભચાઉ) TIMEX GROUP

ટુર્નામેન્ટનું આયોજન એપ્રિલ-2024 થી મે-2024 એર ઇન્ડિયા સ્પોર્ટસ ગ્રાઉન્ડ"કાલીના, સાંતાક્રુઝ (ઇસ્ટ)
સમાજના યુવા ખેલાડીઓને આ ટુર્નામેન્ટના માધ્યમથી ક્રિકેટ રમી પોતાની પ્રતિભા (ટેલેન્ટ) દેખાડવાનો મોકો મળે અને નવા ખેલાડીઓ યુવા વર્ગ સાથે જોડાઇ ક્રિકેટ અને સ્પોર્ટસ ક્ષેત્રે પ્રોત્સાહીત થાય અને સમાજમાંથી એક યુવા ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્થળે પહોંચે આ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટમાં નવા અને યુવા ખેલાડી જે હજી સુધી VPL જેવી મોટી ટુર્નામેન્ટ રમ્યા ન હોય તેવા ખેલાડીઓને રમવાનો વધારે મોકો મળી શકે.
આ ટુર્નામેન્ટ માટે નવા ખેલાડીઓએ તરત જ પોતાના એરીયાની ટીમોના સિનીયર ખેલાડીઓનો સંપર્ક કરી ટીમમાં કેવી રીતે જોડાવું તેની માહિતી મેળવી લેવી.
* આટુર્નામેન્ટમાં એરીયા વાઈઝ ટીમોનો સમાવેશ કરવામાં આવશે.
* સંસ્થાએ આ ટુર્નામેન્ટ માટે જે એરીયા સિલેક્ટ કરેલ છે તે એરીયામાં રહેતા (રેસીડેન્સ) ખેલાડીઓની જ ટીમ બનાવવાની રહેશે. બીજા કોઈ એરીયાને સિલેક્ટ કરેલ એરીયામાં ઉમેરવામાં નહી આવે તેની ખાસ નોંધ લેશો.