શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

ફરીથી કોર્નિયા ગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે આપી અનુદાન સહિયારા જીવનની સફરને બનાવી યાદગાર...


શ્રીમતી સવિતાબેન અને શ્રીમાન રમેશ માઈયા ગડા
લગ્ન તારીખ: તા. ૦૨-૦૩-૧૯૮૭ થી તા. ૦૨-૦૩-૨૦૨૩

લગ્નજીવનનાં ૩૬ વર્ષ સહજાનંદે પરિપૂર્ણ કરી ૩૭ વર્ષમાં પ્રવેશ સાથે પાંચ પ્રજ્ઞાચક્ષુઓને દ્રષ્ટિ દાન મળે
એ માટે ફરીથી આપી અનુદાન પરિવાર ધન્યતા અનુભવી રહ્યો છે આજ !
સંસ્થા દાત્તાર દંપતી શ્રીમતી સવિતાબેન અને શ્રીમાન રમેશ માઈયા ગડા
(મનફરા ~ અંધેરી )ને હાર્દિક શુભેચ્છાઓની સાથે અભિનંદન આપતાં આભાર માની રહ્યો છે.

શ્વાસે શ્વાસે જીવન જીવતાં સહિયારા જીવનનાં ૩૬ વર્ષ પરિપૂર્ણ કર્યાં,
ખુદની સાથે સાથે અન્ય માટે પણ જીવીએ એ અર્થે પાંચ પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ઉજાસ આપીશું.
સ્વપ્નો જે જોયાં એને હકીકતનું રૂપ આપવા સંસ્થા સાથે અનુસંધાન સધાયુ,
માનવ સેવાનો કરાર એજ એકરાર બને એટલે કોર્નિયા ગ્રાફટિંગ માટે અનુદાન અપાયું.