શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
મેડિકલેઈમ પોલીસી રિન્યુઅલ બાબત ખાસ સુચના

> સંસ્થા દ્વારા મેડિકલેઈમ યોજના હેઠળ વા. વિ. ઓ. સમાજનાં જે પોલિસીધારકોએ મેડિકલેઈમ પોલિસી કઢાવેલ છે તે સૌએ નીચે આપેલ સુચનાઓ વાંચી સમજી અમલ કરવી.
> ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીએ ગયા વર્ષથી પ્રિમિયમમાં ઉંમરના હિસાબે વધારો કર્યો હતો. આ વધારાને કારણે સંસ્થાએ ગયા વર્ષે ૨૦૨૪-૨૦૨૫ માં 'C' કેટેગરી ધારકોના પ્રિમિયમ પેટે ₹. ૨.૫૦ કરોડ કંપનીને ચુકવ્યા છે અને આ વર્ષે ૨૦૨૫-૨૬ માં અંદાજે ₹. ૩ કરોડ જેટલી રકમ પ્રિમિયમ પેટે શ્રી વાગડ કલા કેન્દ્રને ભરવી પડશે.

પોલીસીના ક્લેઈમ ઉપરાંત વધારાનો જે ખર્ચ થાય છે એ માટે મેડિકલ રિલીફ વર્ષ દરમ્યાન ₹. ૨૦ લાખ જેવી રકમ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તથા મેડિકલ કેમ્પ જેવી અનેક મેડિકલ પ્રવૃત્તિઓમાં સંસ્થાનું યોગદાન રહેલ છે.

> ટુંક સમયમાં પોલિસીના રિન્યુઅલનું કામકાજ સંસ્થાની ઓફિસે ચાલુ થશે જેની જાણ પત્રિકા દ્વારા કરવામાં આવશે માટે પ્રિમીયમની સગવડ અગાઉથી જ કરીને રાખવી.
> કંપની દ્વારા પ્રિમીયમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેનો લેટર બધા પોલિસીધારકોને મોકલવામાં આવ્યો છે. જેમાં પ્રિમીયમની ગણતરી ઉંમરના ગ્રુપ બનાવીને કરવામાં આવતી હતી તેની જગ્યાએ ઉંમર પ્રમાણે એટલે કે દરેક ઉંમરનું પ્રિમીયમ અલગ આવશે તે પ્રમાણે કરેલ છે. જેથી કરીને દર વર્ષે પ્રિમીયમમાં વધારો જોવા મળશે.

લિ. મેડિકલેઈમ કમિટી
• ચેરમેન : CA નવીન કેશવજી નિસર
• વાઈસ ચેરમેન : શ્રી દિલીપ શિવજી નંદુ