શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પ્રેરણાસ્રોત – પથદર્શક પ્રવીણ કરમણ ગાલાને હિરક મહોત્સવે હાર્દિક વઘામણા
સંસ્થાના ચેરમેન ટ્રસ્ટી દિલેર દાતા
પ્રવીણ કરમણ ગાલાઆયુષ્યના ૬૦ વર્ષ પરિપૂર્ણ કરી ૬૧ વર્ષમાં પ્રવેશ નિમિત્તે પોતીકી સંસ્થાની મેડિકલ ક્ષેત્રે નાજૂક પરિસ્થિતિને લક્ષમાં રાખી સમયે સમયે સાથે ઉભા રહી આર્થિક સહયોગ આપવા બદલ આભાર...અભિનંદન....ધન્યવાદ..... પ્રારબ્ધ પ્રાપ્ત થયેલ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવાની પ્રવિણતા જ અવસરને ઉજળો કરે છે. દૈદિપ્યમાન બનાવે છે.
માનવસેવાનાં કાર્ય માટે સદૈવ અગ્રેસર શ્રી પ્રવિણભાઈ ગાલા પોતે તો પ્રસંગોપાત દાન આપે જ છે અને અન્ય દાનવીરોને પણ આ માનવસેવાનાં યજ્ઞમાં દાન વહેવડાવા સતત પ્રયત્નશીલ રહે છે. જેનો લાભ સમાજના આર્થિક રીતે નબળા અને અસમક્ષ પરિવારોને મેડિકલ ક્ષેત્રે મળી શકે !
આમ એક યા બીજા રૂપે સંસ્થા થકી જ્ઞાતિજનોને મદદરૂપ થઈ મહત્વનો ફાળો આપનાર હોંશીલા – જોશીલા સંનિષ્ટ કાર્યકરને સો...સો...સલામ....
પોતે અને અન્ય પણ પુણ્યનું ભાથું બાંધે એવું પ્રેરક બળ
ધરાવતાં દિલેર દાતાશ્રી અ.સૌ. પ્રભાબેન પ્રવીણ કરમણ ગાલા (નૂતન ત્રંબૌ – દાદર) રીચ લેડી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ !!
જો છો તમે, સાથ તો ઉન્નતિનાં કાર્યોમાં સફળતા સદાય...
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટી મેમ્બર્સ