શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડીક્લેઈમ યોજના વર્ષ 22 માં પ્રવેશ
મેડીક્લેઈમ પોલિસી રીન્યુઅલ ની શરૂઆત
> શ્રી વાગડ કલા કેન્દ્ર દાદર ની એડમીન ઓફિસ મદ્યે મેડીક્લેઈમ પોલીસીના રિન્યુઅલ પ્રીમિયમ નું કામકાજ સોમવાર તા.૨૪/૦૬/૨૦૨૪ થી ચાલુ, સમય: સવારે ૧૧ઃ ૦૦ થી ૧ઃ ૦૦ અને બપોરે ૨ઃ ૦૦ થી ૫ઃ ૦૦
> ઇન્સ્યોરન્સ કંપનીએ ગયા વર્ષે પ્રીમિયમમાં વધારો individual પોલિસીમાં 1st જુલાઈ 2023 તેમજ ફ્લોટર પોલિસીમાં 1st ઓગસ્ટ 2023 થી કરેલ હતો. આ વર્ષે 10 ઓગસ્ટ 2024થી ઈન્ડિવિજ્યુઅલ, ફ્લોટર, તેમજ આશાકિરણ પોલિસીના પ્રીમિયમની ગણતરી ઉંમર પ્રમાણે (Age Wise) કરેલ છે જેનું સંમતિ પત્રક ઇન્સ્યોરન્સ કંપનીએ બધાને ઘરે મોકલાવેલ છે જેમાં લખેલું છે કે કંપની દ્વારા કરવામાં આવેલ ફેરફાર તમને માન્ય છે એ લેટર પોલીસીહોલ્ડરની સહી કરીને રીન્યુઅલ વખતે સાથે લાવવાનું રહેશે.
> દરેક પોલિસી ધારકોએ ઉંમર પ્રમાણે પ્રીમિયમમાં વધારા મુજબ આર્થિક જોગવાઈ કરવાની રહેશે.
> રીન્યુઅલ માટે વર્ષ 2023-24ની મેડીક્લેઈમ પોલીસીના પહેલા અને બીજા પેજ ની બે બે ઝેરોક્ષ કોપી સાથે લાવવી તેમજ મોકલાવવી તેમજ ઓરીજનલ પોલિસી ના બધા જ પેપર સાથે રાખવા.
> પોલીસી હોલ્ડરની સહી કરેલ અને રકમ લખ્યા વગરના બે કોરા ચેક (Blank cheque),અકાઉન્ટ પે કરીને ચેક ની પાછળ પોલીસી નંબર અને ફોન નંબર લખીને સાથે લાવવા.
> પોલિસીમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો પોલીસી હોલ્ડરે પોતે રીન્યુઅલ વખતે આવવું પડશે.
પોલીસીમાં કોઈ પણ સુધારા વધારા કરાવવાના હોય જેમ કે
> નવું નામ ઉમેરવું હોય તો તેનું બર્થ સર્ટિફિકેટ અથવા આધાર કાર્ડ અથવા પેનકાર્ડ ની બે કોપી ઝેરોક્ષ સાથે લાવવી તેમજ બે પાસપોર્ટ સાઇઝના ફોટો પણ સાથે લાવવા
> કોઈ મેમ્બરનું અવસાન થયું હોય તો Death સર્ટિફિકેટ ની બે ઝેરોક્ષ કોપી સાથે લાવવી
> એડ્રેસ બદલી કરવું હોય તો એડ્રેસ પ્રુફ સાથે લાવવું. જેમકે નવા એડ્રેસનું આધાર કાર્ડ અથવા અગ્રીમેન્ટની બે ઝેરોક્ષ કોપી સાથે લાવવી
> દીકરી ના લગ્ન થઈ ગયા હોય અને નામ બદલી કરવા માટે મેરેજ સર્ટિફિકેટ અથવા નામ બદલી કરાવેલ આધાર કાર્ડ ની બે ઝેરોક્ષ કોપી સાથે લઈ આવવી
> પોલિસીમાં દીકરાની ઉંમર 25 વર્ષ થઈ ગઈ હોય તો તેની પોલિસી અલગ કાઢવામાં આવશે અને એ માટે મુખ્ય પોલિસી ધારક અને દીકરાને ફોર્મમાં સહી કરવા માટે બંનેએ આવવું પડશે તેમજ દીકરાની પોલિસી માટે તેના સેવિંગ બેન્ક એકાઉન્ટ ના બે કોરા ચેક સહી કરેલા સાથે લાવવાના રહેશે તથા તેના આધારકાર્ડ અને પેનકાર્ડ ની બે ઝેરોક્ષ કોપી સાથે લાવવાની રહેશે
> ઇન્સ્યોરન્સ કંપનીએ પોલિસીધારકોને જે સંમતિ પત્રક મોકલાવેલ છે તે ન મળ્યું હોય તો
નીચે આપેલ ફોટા ઉપરથી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢી તેમાં પોલીસી હોલ્ડર(મુખ્ય નામ)ની સહી કરીને સાથે લાવવી
> મેડીક્લેઈમ પોલિસીમાં લખેલી બધી વિગતો ચેક કરી લેવી બધાના નામ, ઉંમર, પોલિસી હોલ્ડરનું પેનકાર્ડ નંબર,ઇ-મેલ આઇડી વગેરે વગેરે … કોઈપણ જાતના ફેરફાર હોય તો તેનું પ્રૂફ સાથે લઈને આવવું. પોલીસી ઉપર પેન કાર્ડ નંબર ન હોય તો પેનકાર્ડ ની ઝેરોક્ષ કોપી પણ સાથે લઈને આવવી