મેડિક્લેઈમ યોજના વર્ષ-૨૪ માં પ્રવેશ

પોલિસી રિન્યુઅલ:
તારીખ: ૨૨ જૂન ૨૦૨૬ થી ચાલુ થઈ ગયેલ છે.*
સમય: સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૫ કલાક સુધી

- પોલિસી રિન્યુઅલ માટે વર્ષ ૨૦૨૫-૨૬ ની પોલિસી ની બે ઝેરોક્સ લઈને આવવી.
- 'A' અને 'D' કેટેગરી ના પોલિસી ધારકો એ સહી કરેલા બે કોરા ચેક સાથે લઈ આવવા.
- 'B' અને 'C' કેટેગરી ના પોલિસી ધારકો એ ONLINE દ્વારા જેમકે GOOGLE PAY, PHONEPAY, PAYTM વગેરે થી પ્રીમિયમ ભરવાનું રહેશે
- 'B' કેટેગરીમાં જે ગામની રાહત આવે છે તે ગામના પોલિસી ધારકો પાસે થી પ્રીમિયમના ફક્ત 50% ભરવાના રહેશે.
- 'C' કેટેગરીમાં જે ગામની રાહત આવે છે તે ગામના પોલિસી ધારકો પાસે થી વ્યક્તિદીઠ રૂપિયા 3000/- પ્રીમિયમના ભરવાના રહેશે.

પોલિસી હોલ્ડર રિન્યુઅલ વખતે નીચેના ફેરફાર માટે જાતે આવવું પડશે:
> પોલિસીમાં સુધારા વધારા કરવાના હોય, જેમ કે નવું નામ ઉમેરવું હોય તો તેનું મેરેજ સર્ટિફિકેટ / આધાર કાર્ડ / પેન કાર્ડની બે-બે ઝેરોક્સ કોપી તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે લાવવા.
> અવસાન થયેલ હોય તો Death Certificate ની બે ઝેરોક્સ કોપી સાથે લાવવી.
> તેવી જ રીતે દીકરીના લગ્ન થઈ ગયા હોય તો તેનું નામ પોલિસીમાંથી કાઢવાનું રહેશે અને જો તેની Separate Policy કરાવવી હોય તો Marriage Certificate અથવા નામ બદલાયેલ નવા આધાર કાર્ડની બે ઝેરોક્સ કોપી સાથે લાવવી.
> પોલિસીમાં દીકરાની ઉંમર ૨૫ વર્ષ થઈ ગઈ હોય તો તેની પોલિસી અલગ અથવા તેને પોલિસી હોલ્ડર બનાવવામાં આવશે. તે માટે મુખ્ય પોલિસી ધારકને આવવું પડશે તેમજ દીકરાના બેંક એકાઉન્ટ નું ચેક (Original) સાથે તેમજ આધાર કાર્ડ અને પેન કાર્ડની બે કોપી ઝેરોક્સ સાથે લાવવાની રહેશે.

> પોલિસીમાં જે નોમિની હોય તેમની જન્મતારીખ ના update માટે આધારકાર્ડ અથવા પેનકાર્ડ ની બે ઝેરોક્સ સાથે લાવવી.
> આ વખતે મેડિકલેઈમ પોલિસી તમે આપેલા E-MAIL ID અથવા WATSAPP નંબર પર આવશે માટે E-MAIL ID અને WATSAPP નંબર ચેક કરાવી લેવું.

ફક્ત એક જ રવિવાર થાણા ખાતે રિન્યુઅલ ચાલુ:
તારીખ: ૦૫ જુલાઈ ૨૦૨૬
સમય: સવારે ૧૦ થી ૧ અને બપોરે ૨ થી ૫
સ્થળ: થાણા વર્ધમાન જૈન શ્રાવક સંઘ, તળાવપાળી, ડો. મૂસ રોડ, થાણા (વેસ્ટ)

થાણા મધ્યે મેડિકલેઈમ પોલીસી નું રિન્યુઅલ ચાલુ રાખવામાં આવેલ છે, તો થાણા અને આજુબાજુના વિસ્તાર માં રહેતા પોલિસી ધારકો એ પોલિસી રિન્યુ કરાવી લેવી.