શ્રી વાગડ કલા કેન્દ્ર–મુંબઈ
દ્વારા
પૂજ્ય પિતાશ્રી પોપટલાલ ભચુભાઈ સત્રાની ૫મી પુણ્યતિથિએ ફરીથી કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ કરાવવા માટે પરિવારે ₹ ૧ લાખનું અનુદાન આ પ્યું.
આત્મીયતાનાં ઉપવન હતાં, વાણી વર્તન એજ અમારી પવિત્ર પ્રેરણા, આંખોમાં અમીયલ આભા ને વદને સૌમ્યતા સોહતી સદાય, સ્મરણપટ ઉપર ઊભરે એ છબી આજ !
પુણ્યશ્લોકી પિતાશ્રી પોપટલાલ ભચુભાઈ સાઈયા સતરા (સુવઈ-થાણા)
અરિહંત શરણ : ૦૪ - ૦૩ - ૨૦૧૯
ફરીથી કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે અનુદાન આપી ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પથરાશે પ્રકાશ પુંજ એ માટે માતુશ્રી દિવાળીબેન પોપટલાલ ભચુભાઈ સતરા પરિવાર (સુવઈ - થાણા) નો સંસ્થા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માને છે.
સદ્ ગતનો આત્મા પરમ શાંતિ પામે એજ અભ્યર્થના કરીએ આજ પૂજય પોપટબાપા ની ૫ મી વાર્ષિક પૂણ્યતિથિએ નિમિત્તે આત્મશ્રેયાર્થે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં પરિવારે ₹ ૧ લાખનું અનુદાન આપ્યું.
વટવૃક્ષની વહેવારિક ને વાત્સ્ય છાયા આજે પ્રતિછાયા બની ગઈ છે. જે આજે પણ જીવનમાં સુકૃત કાર્ય કરવાની પ્રેરણા આપે છે સાથે માનવ સેવાનાં કાર્ય માટે તત્પરતા સદાય દાખવવી એનાં પાઠ શીખડાવનાર પૂજય પિતાશ્રીની માર્મિક વાતો સમયે સમયે યાદ આવે છે.
સમાજનાં દિલાવર દાતાશ્રી માતુશ્રી દિવાળીબેન પોપટલાલ ભચુભાઈ સતરા પરિવારે પૂજ્યશ્રીના સ્મરણોને અકબંધ રાખવા તેમનાં આત્મશ્રેયાર્થે અનુદાન આપી સંસ્થા અને સમાજ માટે સહયોગી બની રહ્યાં છે એ માટે સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતાં હાર્દિક આભાર માને છે.! ધન્યવાદ ! આભાર ! અનુમોદના !