શ્રી વાગડ કલા કેન્દ્ર–મુંબઈ
દ્વારા
નેત્રરક્ષા અભિયાન અંતર્ગત

૫.પૂ. દિવાળી મા ની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે નેત્રરક્ષા અભિયાનમાં આપ્યું રૂા.૧ લાખનું અનુદાન...

માતૃ દેવો ભવ :
પૂજ્ય
માતુશ્રી સ્વ. દિવાળીબેન વેલજીભાઈ ભારમલ ગાલા (કાચ્છી) (ગામ: લાકડીયા-દાદર) અરિહંત શરણ : તા.૨૯-૦૧-૨૦૨૪

પિતૃ દેવો ભવ :
પૂજ્ય
પિતાશ્રી સ્વ.વેલજીભાઈ ભારમલ કોરશી ગાલા (કાચ્છી) (ગામ: લાકડીયા-દાદર) અરિહંત શરણ: તા.૨૬-૦૧-૨૦૨૨


સહયોગ અને સ્થળ: શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)--

સ્થાનિકે ભચાઉ વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ મધ્યે ચાલતા
આંખના મોતીબિંદુઓના દર્દીઓની તપાસ અને ત્યારબાદ ઓપરેશનો કરવામાં આવે છે.


વડિલોની સ્મૃતિના સંભારણા સચવાય રહે એ માટે 30 વ્યક્તિઓનાં મોતિયાના ઓપરેશ નો કરાવવામાં સહભાગી થઈ સેવા સમર્પણ અને સદ્ભાવનાથી પરિવારજનો જીવનપથને સુગંધિત બનાવી રહ્યાં છે.


પૂજય દિવાળી 'મા' ની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે 'મા' નાં આત્મશ્રેયાર્થે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં પરિવારે ₹ ૧ લાખનું અનુદાન આપ્યું.

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..... એવાં વાત્સલ્ય સ્વરૂપનો છાયો આજે પ્રતિછાયો બન્યો છે ત્યારે સુકૃત કાર્યનાં પાઠ શીખડાવનાર દિવાળી 'મા' ની હેતાળ યાદોં સમયે સમયે યાદ આવશે.


સંસ્થા દાતાશ્રી પરિવારનો હાર્દિક આભાર માને છે.