શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
૯૮મો ફ્રી સર્જિકલ કેમ્પની શૃંખલામાં –યુરોલોજી કેમ્પ
શનિવાર, તા.૨૩-૧૧-૨૦૨૪

*આર્થિક સહકાર*
શ્રીમતી જયાબેન નેણશી મુરજી શાહ પરિવાર (લાકડીયા-વિલેપાર્લા)
અ.સૌ. દિપીકાબેન અમીત નેણશી શાહ
ચિ. રિયા અને ચિ. ઓમ અમીત શાહ
અ.સૌ. મનીષા કિશોર પ્રેમજી નિસર
ચિ. મિલોની અને ચિ. મિહિકા કિશોર નિસર


:સહયોગ અને સ્થળ:
શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

આ કેમ્પમાં ફક્ત યુરોલોજી, પ્રોસ્ટેટ ગ્રંથિ અને કીડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની જ તપાસ - સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે.

યુરોલોજી દર્દીઓએ ગુરુવાર, તા.૨૧-૧૧-૨૦૨૪ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ફિઝિશિયન ડૉ. નિખિલેશ પટેલ પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવવી ઓપરેશન માટે ગુરૂવાર, તા.૨૧-૧૧-૨૦૨૪નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.

દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા.૨૩-૧૧-૨૦૨૪નાં થશે.

કચ્છ – વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી

મુંબઈથી આવતા ડોક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.