શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
વાત્સલ્યમૂર્તિના સંભારણા સ્વરૂપે કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે આપ્યું રૂ. ૧ લાખનું અનુદાન

પરમ પૂજ્ય પિતાશ્રીની શીખ-સમજણને નિરપેક્ષ ભાવે અનુસરી લક્ષ્મી જ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા બન્યા આજ દાતાર જે ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં ભરશે ઉજાસ.

ભલે લાગતાં સામાન્ય કિન્તુ બની રહે છે સૌ માટે ખાસ, આનંદ-ઉમંગ ને ઉલ્હાસ જેમનાં થકી ફેલાય સઘળે અજવાસ. એવા નીડર, નિઃસ્વાર્થ, સતત જાગૃત ને નવી પેઢી સાથે કદમથી કદમ મિલાવી ચાલનાર...
કુ મણિબેન દેવજીભાઈ રવજીભાઈ ગાલા (ભચાઉ) દાતાશ્રીનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માનતાં ધન્યવાદ આપે છે.

રૂ. ૧ લાખનું અનુદાન સંસ્થાને કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ જેવા સુકૃત કાર્ય માટે આપી માનવધર્મ થકી મદદરૂપ થવાની એમની અદમ્ય ઈચ્છા સાકાર થઈ છે આજ !
સુકૃત કાર્ય કાજ માનવ ધર્મ બનશે મહાન....