ઘુંટણ બદલી તેમજ જનરલ – યુરોલોજી સર્જરીના ઓપરેશનો મુંબઈ મધ્યે
શ્રી વાગડ કલા કેન્દ્ર

> શ્રીમતી નીતાબેન અને શ્રીમાન રમણીક ભુરાલાલ ગાલા (નંદાસર-ગોરેગામ) (અનુપમ-બોરીવલી) નાં આર્થિક સહયોગથી શ્રી વાગડ કલા કેન્દ્રનાં નેજા હેઠળ સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓની Knee Replacement Surgeryall ઓપરેશનો ચાલુ જ છે.

> શ્રીમતી ભાગ્યવંતીબેન અને શ્રીમાન જગશી સામત ગાલા (ભચાઉ-વિલેપાર્લા) (ટાઈમેક્ષ ગ્રુપ)
નાં આર્થિક સહયોગથી શ્રી વાગડ કલા કેન્દ્રનાં નેજા હેઠળ સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓની જનરલ સર્જરી અને યુરોલાજીના ઓપરેશનો પણ મુંબઈ મધ્યે ચાલુ જ છે.


જેમને ઓપરેશન કરાવવાના હોય તેઓ સંસ્થાની ઓફિસે રજિસ્ટ્રેશન કરાવી નીચે આપેલ સૂચનાઓ ધ્યાનથી વાંચી અમલ કરશોજી.

> ઘૂંટણનાં દુખાવો હોય, તકલીફ હોય અને ડૉક્ટર્સએ Knee Replacement (TKR) કરાવવાની સલાહ આપી હોય તો એ મુજબ કરવા માટે તમારે શ્રી વાગડ કલા કેન્દ્ર-દાદર ઓફિસમાં તમારી ઘૂંટણ બદલવાની (Knee Replacement ની) આખી ફાઈલનો ઝેરોક્ષ સેટ મોકલવાનો રહેશે.

:જનરલ સર્જરી:
- જનરલ સર્જરીમાં એપેન્ડીક્સ
- સાંરણ ગાંઠ
- વધરાવળ
- કંઠમાળ
- અલ્સર
- પિતાશયની કોથળીમાં પથરી
- પેટની અન્ય બિમારીના અપરેશન કરવામાં આવશે.

*:યુરોલોજી:*
યુરોલોજીમાં (PCNL) મશીનથી નાનો કાપો મૂકીને પથરી દૂર કરવામાં આવશે તેમજ કિડનીમાં પથરીના દરેક જાતના ઓપરેશનો, પ્રોસ્ટેટ તેમજ મૂત્રાશયને લગતી બિમારીના ઓપરેશોનો કરવામાં આવશે.

૧. દરેક વ્યક્તિની આર્થિક પરિસ્થિતીની જાણકારી મેળવી જરૂરિયાત મુજ્બ મદદ કરવામાં આવશે.
૨. સંસ્થાની મેડિક્લ કમિટીના ડોક્ટર પેપર્સ ચકાસણી કરશે ત્યારબાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલ હોસ્પિટલમાં ઑપરેશન કરવામાં આવશે.
૩. આપની ફાઈલની સાથે સંસ્થાનું આવકનું ફોર્મ પણ ભરીને આપવાનું ફરજ્યાત છે
૪. સમાજની જરૂરિયાતમંદ વ્યક્તિના ઑપરેશન વહેલા તે પહેલોના ધોરણે કરવામાં આવશે.

સમયઃ સવારે ૧૧થી ૧ અને બપોરે ૨ થી ૬
સંપર્ક: 02224301515 / 24301818 / 9757271300
Admn off: Stone Logde, 1st Floor, 69, S. K. Bole Road, DADAR (West), Mumbai - 400 028.

લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટી મેમ્બર્સ