શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ દ્વારા

મેડીકલ-સર્જિકલ કેમ્પ તેમજ કોર્નિયાગ્રાફટિંગ કેમ્પનાં દાતાશ્રીઓનો સન્માન સમારોહ
હાર્દિક આમંત્રણ


તારીખઃ રવિવાર, ૧૬ - ઓકટોબર
સમયઃ બપોરે ૨.૩૦ થી સાંજના ૬.૦૦ કલાક સુધી
સ્થળઃ ધી ખાર પીપલ્સ હાઈસ્કુલ હોલ, પોલીસ સ્ટેશનની બાજુમાં, એસ.વી.રોડ, ખાર (વેસ્ટ), મુંબઈ.

> ઓપરેશન થયેલ પ્રજ્ઞાચક્ષુઓ સાથે દાતાશ્રીઓની રૂબરૂ-પ્રત્યક્ષ મુલાકાત.
> નેત્રહીનોને દ્રષ્ટિ મળ્યા પછી સાંભળીએ એમનાં અનુભવોને.
> દાતાશ્રીઓનાં આત્મસંતોષ સાથેની એક ઝલક.
> માનવસેવા એ જ પ્રભુ સેવા માનનાર, નિઃસ્વાર્થ ભાવે મુંબઈ થી સ્થાનિકે સેવા આપવા પધારતાં ડોકટરોનું પણ કરીએ બહુમાન.
> મેડિકલ-સર્જિકલ કેમ્પ માટે, કોર્નિયાગ્રાફટિંગ કેમ્પ માટે કે મેડીકલ સહાયનો ગુલદસ્તો આપનાર દરેક દાતાશ્રીઓનું બહુમાન. એમની અનુમોદના કરવાથી પુણ્યકર્મ બંધાય આવો, સૌ સાથે મળીને આપીએ...

દાતાશ્રી પરિવાર તેમ જ ડોકટર્સ ટીમને નત મસ્તકે અભિનંદન અનુમોદના ! અનુમોદના ! અનુમોદના ! વારંવાર....