Akhand Bharat Map : અખંડ ભારતના નકશા પર નેપાળ બાદ હવે પાકિસ્તાનને લાગ્યા મરચા, કહ્યું- ભારત અમને ગુલામ બનાવવા માંગે છે
દેશની નવી સંસદમાં અખંડ ભારતનો નકશો પાડોશી દેશોને પસંદ નથી આવી રહ્યો. પહેલા નેપાળે આના પર વાંધો ઉઠાવ્યો, પછી હવે ને આ નકશાને કારણે મરચા લાગ્યા છે. અખંડ ભારતનો આ નકશો જોઈને જ પાકિસ્તાન સરકાર તણાવમાં આવી ગઈ છે.
નેપાળના બે પૂર્વ વડાપ્રધાનો કેપી શર્મા ઓલી અને બાબુરામ ભટ્ટરાઈએ, ભારતની નવી સંસદમાં મુકાયેલા અખંડ ભારતના નકશા અંગે ઝેર ઓક્યું છે.
ભારતની નવી સંસદનું ઉદઘાટન ગયા રવિવારે જ થયું છે. આ ભવ્ય ઈમારતમાં પ્રાચીન ભારત સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે. સંસદ સંકુલમાં અખંડ ભારતનો નકશો પણ છે, જેમાં નેપાળ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, તિબેટ અને શ્રીલંકાને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પાકિસ્તાન તણાવમાં
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે, અખંડ ભારતના નકશાનો વિરોધ કર્યો છે. બલોચે મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારતે, તેના સંસદ પરિસરમાં 'અખંડ ભારત'ની તસવીરો અને ભાજપના નેતાઓના નિવેદનોથી પાકિસ્તાન સરકાર ખૂબ જ આશ્ચર્યમાં છે.
બલોચે કહ્યું કે, અખંડ ભારતનો બિનજરૂરી દાવો પાડોશી દેશની વિસ્તરણવાદી વિચારસરણી દર્શાવે છે. ભારત માત્ર પડોશી દેશોને ગુલામ બનાવવા માંગતું નથી પરંતુ તેની લઘુમતીઓને પણ પોતાના નિયંત્રણમાં રાખવા માંગે છે.
લુમ્બિની-કપિલવસ્તુ નકશામાં
અખંડ ભારતના નકશામાં લુમ્બિની અને કપિલવસ્તુ પણ છે. ભગવાન બુદ્ધનો જન્મ લુમ્બિનીમાં થયો હતો, જ્યારે તેમનું બાળપણ કપિલવસ્તુમાં વીત્યું હતું. આ અંગે નેપાળમાં હોબાળો મચી ગયો હતો. તે પણ જ્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ ભારતના પ્રવાસે છે.
ચીન સામે વારંવાર ઝુકનાર નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે આ યોગ્ય નથી. ભારતની જેમ પ્રાચીન-મજબૂત અને લોકશાહીના મોડલ તરીકે ઓળખાતું ભારત જો નેપાળનો ભાગ પોતાના નકશામાં બતાવે અને સંસદમાં લટકાવી દે તો તેને યોગ્ય કહી શકાય નહીં. તેમણે કહ્યું કે ભારતના પ્રવાસે ગયેલા નેપાળી પીએમએ આનો વિરોધ નોંધાવવો જોઈએ.
ભટ્ટરાયની ચેતવણી
નેપાળી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ બાબુરામ ભટ્ટરાઈએ કહ્યું હતું કે, આ વિવાદને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી જશે. તેમણે કહ્યું કે નવા સંસદ ભવનમાં 'અખંડ ભારત'નું વિવાદાસ્પદ ભીંતચિત્ર ભારત અને નેપાળ વચ્ચે બિનજરૂરી વિવાદનું કારણ બની શકે છે. બંને દેશો વચ્ચેના સંબંધો પહેલાથી જ ખરાબ છે, તેનાથી મામલો વધુ બગડશે. ભારત સરકારે આ વિવાદ સમયસર ઉકેલવો જોઈએ.
ચીનનું મૌન
ચીને અખંડ ભારતના નકશા પર કોઈ ટિપ્પણી કરી નથી. જોકે ચીને થોડા દિવસો પહેલા ભારતની નવી સંસદની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બ્રિટિશ ગુલામીના પ્રતીકોને ભૂંસી નાખવાની દિશામાં આ એક સારું પગલું છે. અખંડ ભારતમાં મ્યાનમાર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા પણ છે. તેમના તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by . Publisher: Tv9 Gujarati