શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ

નવા વર્ષની શુભ શરૂઆત શુભ અંક ₹ ૧ લાખ ૮ હજારનું (૧+ ૮ = ૯ નવડી) અનુદાન આપી વાગડ વિશા ઓસવાળ આવિષ્કાર લેડીઝ વિંગ ઘાટકોપર -સંસ્થાએ શ્રી વાગડ કલા કેન્દ્રનાં મેડિક્લેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં આપી ખરાં અર્થમાં કર્યો છે દાનનો આવિષ્કાર.

એક સંસ્થા બીજી સંસ્થાને સમાજનાં જ્ઞાતિજનોનાં હિતાર્થે સત્કાર્ય કરવામાં સહયોગ આપે એ પણ માનવધર્મ મહાનનો આવિષ્કાર કર્યો કહેવાય!

આ વર્ષે સંસ્થાને મડિક્લેઈમ પ્રીમિયમમાં ₹ ૫૦ લાખની આર્થિક ઘટ ગઈ છે અને હવે આવનાર વરસોમાં આ ઘટ નિરંતર વધતી જ જવાની છે. સંસ્થાની આ મુશ્કેલ પરિસ્થિતીને અન્ય સંસ્થા ખૂબ સારી રીતે સમજી શકે એમાં પણ આવિષ્કાર લેડીઝ વિંગની યુવા પાવરફૂલ વાગડની યુવતીઓ શ્રીમતી જયશ્રી ચંપક ગડા, શ્રીમતી સુશિલા સુરેશ શાહ, શ્રીમતી સ્મિતા દિલીપ છેડા, શ્રીમતી ઊર્મિલા કાન્તિ શાહ, શ્રીમતી વૃત્તિ વિનોદ ગડા, શ્રીમતી નયના ભરત ગડા, શ્રીમતી તૃપ્તી અશોક સત્રા તેમજ શ્રીમતી નીતા હસમુખ ગડાનાં હાથમાં હોય કમાન્ડ પછી અર્થ * સહાયકની ભૂમિકાનાં સારથી બની સાર્થક કર્યો અવતાર એવી આવિષ્કાર લેડીઝ વિંગ ઘાટકોપર સંસ્થા અને કમિટીનો શ્રી વાગડ કલા કેન્દ્ર હૃદયનાં શુભ ભાવથી ખૂબ ખૂબ આભાર માને છે. દરેકને ધન્યવાદ આપતાં અનુદાનનાં સુકૃત અર્થની અનુમોદનાં કરે છે.