શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

જો જો શુભેચ્છક દાતાશ્રીઓ નાટક જોવાનું રહી નો જાય !

સંસ્થા દ્વારા મુંબઈનાં અલગ અલગ પાંચ એરિયાના લગભગ ૪૫૦૦ જ્ઞાતિજનોએ જોયું... જાણ્યું... માણ્યું અને એક સૂરે વખાણ્યું ~ એકાંકી.... એક ડગલું....

સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં સોવેનિયરમાં જાહેરાત સ્વરૂપે અનુદાન આપનાર સર્વે શુભેચ્છક દાતાશ્રીઓને એક ડગલું...
આ એકાંકીના આમંત્રણ કાર્ડ (પાસ) જે પાંચ એરિયામાં એકાંકી ભજવાયું એ અને એની આજુબાજુનાં એરિયામાં મોકલવામાં આવેલ.
પરંતુ, સંભવત : આપનું ધંધાનું સ્થળ અને રહેઠાણની જગ્યા અલગ અલગ હોવાની શક્યતાને આધારે આપશ્રી નાટક જોવાથી વંચિત રહી ગયા હોય અથવા
તો શરતચૂકથી કોઈને પાસ મોકલાવવાનાં રહી ગયા હોય અથવા તો પ્રસંગોપાત આપશ્રી નાટક જોવા માટે આવી શક્યા ના હોય અને જોવું હોય
તો આગામી ૬ઠ્ઠો અથવા ૭મો બે માંથી જે શોનાં પાસ જોઈતાં હોય તો એ માટે સંસ્થાનાં mob. 9757271300 ઉપર
આપનું પુરૂં નામ / ગામ / એડ્રેસ અને ફોન નંબર વોટ્સએપ કરશો
તો અગાઉથી જ પાસની વ્યવસ્થા કરવામાં સરળતા રહેશે.

આ નાટક ખાસ કરીને આપણાં સમાજનાં યુવાવર્ગને જોવા માટે પ્રેરશો.
સમાજનાં દરેક યુવાન ~ યુવતીઓએ પોતાના પરિવાર અથવા તો મિત્રો સાથે મળીને આ નાટક અચૂક જોવું!

આગામી શો:
છઠ્ઠો શો : બિરલા માતુશ્રી સભાગૃહ ~ મરીન લાઈન્સ,
રવિવાર, તા. ૧૯ - ૦૨ - ૨૦૨૩

સાતમો શો : પ્રબોધન ઠાકરે નાટ્યગૃહ , બોરીવલી (વેસ્ટ),
સોમવાર , તા. ૨૦ - ૦૨ - ૨૦૨૩.

પછી એવું ના થાય કે તમે લઈ ગયાં અમે રહી ગયાં !

હોલમાં પ્રવેશ રાત્રે ૮:૩૦ વાગ્યાથી
નાટકની શરૂઆત : રાત્રે ૯ : ૦૦ કલાકે


જેની સૌ નોંધ લેશો .
શ્રી વાગડ કલા કેન્દ્ર
લિ. અધિકારી બોર્ડ