શ્રી વાગડ કલા કેન્દ્ર ~ મુંબઈ અને વાગડ કલા કેન્દ્ર કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ. દ્વારા

ડો.હેમરાજભાઈ રતનશી ગડા(ગામઃખારોઈ, હાલેઃપાર્લા)
ભાવભરી શ્રધ્ધાંજલિ

એક યુગ આથમી ગયો અજવાળા પાથરી ગયો મળે છે દેહ માટીમાં ,
માનસપટ ઉપર નામ અંકિત કરી જાય છે. પરમ સ્વરૂપ પરમ અસ્તિત્વ એવા શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાનાં પાયાના પથ્થર માંના એક હેતાળ.. હુંફાળા.. હોંશિલા... હસમુખા...શ્રી હેમરાજભાઈ આજે સદૈહ આપણી વચ્ચે નથી પરંતુ ,સદ્ ગતની શ્રી થી સ્વ સુધીની પરમ યાત્રાનાં સંસ્મરણો જે કોઈ એમના સંપર્કમાં આવ્યા હશે તેની છાપ સદાય માટે હૃદય ઉપર છોડી ગયાં છે. મુખ્યત્વે સ્થાનિકે યોજાતાં મેગા મેડીકલ કેમ્પ જે એમના જીવનનું આગવું અંગ હતું. જે એમના તબિબી વ્યવસાય સાથે માનવ સેવાનું માધ્યમ બની પરિણામ લક્ષી સેવાનું સન્માનનીય સ્થાન પ્રાપ્ત કરનાર અને સૌને કરાવનાર એવા પ્રેમાળ , પરોપકરી, કુટુંબ પ્રેમી તેમજ સમાજ પ્રેમી એવા વડીલની આજે આપણે સૌએ છત્રછાયા ગુમાવી છે.

[L