શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા
મેડીકલેઈમ યોજના અંતર્ગત માતુશ્રી ધનીબેન રતનશી ભૂરાભાઈ કારીઆ (રવ-દાદર) દાતાશ્રી પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ ! આભાર ! અનુમોદના !
પોતાનાં રવ ગામનાં C કેટેગરીમાં આવતા જ્ઞાતિજનો માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં પ્રિમીયમની ૫૦% ટકા રકમ અનુદાન સ્વરૂપે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાને આપી મહત્વનો ભાગ ભજવનાર દાતાશ્રી પરિવારને સો સો સલામ...
આજનાં સમયમાં મેડીકલ સારવાર અત્યંત ખર્ચાળ થતી જાય છે ને સમાજમાં એવો પણ વર્ગ છે. જેની આર્થિક પરિસ્થિતી તેમજ પીડાને સમજવી ખૂબજ જરૂરી છે. માટે આવા સુકૃત કાર્યમાં જોડાઈને સંસ્થાને વધુમાં વધુ આર્થિક સહયોગ પ્રાપ્ત કરવામાં તેમજ પોતાના ગામનાં જ્ઞાતિજનોને સહાયરૂપ બનો એજ અભ્યર્થના.
લાગણી ભીના સંબંધ જ્ઞાતિજનો માટે અપાર, એમની પીડાને પોતાની સમજી કાંતિભાઈ આ વરસે પણ બન્યા એમના આધાર. કરી રહ્યાં છે સેલિબ્રેશન કર્મભૂમિમાં પરિવાર, રવ ગામ ની રજ એજ ખરો આધાર.
મુરબ્બીશ્રી કાંતિભાઈ રતનશીભાઈ કારીઆ એ સમાજનાં હિતમાં નિર્ણય લઈ ખરેખર અનુમોદનીય અનુસરણીય કાર્ય કરેલ છે, એ બદલ સંસ્થા ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના સહ ખૂબ ખૂબ આભાર માને છે.