શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
૫3 વર્ષની જીવન સફરનાં સંગાથી શ્રીમતી રૂક્ષ્મણી લખમશી નિસર અને શ્રીમાન લખમશી ખાંખણ નિસરે કોર્નિયાગ્રાફિટિંગ કેમ્પ માટે આપ્યું અનુદાન જે પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પાથરાશે સોનરી ઉજાસ...
પૂણ્યાનુંબંધે પ્રાપ્ત થયેલ લક્ષ્મીને કર્મનિર્જરા અર્થે મહાલક્ષ્મી બનાવી
પાંચ દાયકાની સુવર્ણમય સફરનાં સહયાત્રી ચાર પ્રજ્ઞાચક્ષુઓની આંખોમાં પાથરશે અજવાસ
પચાસ વર્ષ પૂર્વે રેશમની ગાંઠે ગુંથાયો તમારા સંબંધનો પ્રાસ પ્રેમ-વિશ્વાસ ને સ્નેહ સાથિયે રચાયો મધુર સંબંધ ખાસ સંસ્કારની ખીલેલી લીલી વાડીમાં પ્રવર્તિ રહી છે સુવાસ વાત્સલ્યમય હાથ ને સેવાની સુવાસ થી મહેંકી રહ્યો છે પરિવાર આજ...
શ્રી વાગડ કલા કેન્દ્રને માનવસેવાના કાર્યો માટે અનુદાન આપનાર દાતાશ્રી દંપત્તિને લગ્ન જયંતિની હાર્દિક શુભેચ્છાઓનો ગુલદસ્તો અર્પણ કરતાં સ્વસ્થ, નિરોગી, દિર્ઘાયુ પામો અને વધુને વધુ સહયોગી બનો એજ અભ્યર્થનાં..