શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
નેત્રરક્ષા અભિયાન અંતર્ગત

આર્થિક સહકાર :- શ્રીમતી ચંપાબેન વાલજી ગોપાલજી ગડા

અ.સૌ. હેતલ અમીત વાલજી ગડા * અ.સૌ. કિંજલ કપિલ વાલજી ગડા (મનફરા-વિલેપાર્લા)

સહયોગ અને સ્થળ : શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

સ્થાનિકે ભચાઉ-વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ મધ્યે નેત્રરક્ષા અભિયાન હેઠળ આંખના મોતીબિંદુઓના દર્દીઓની તપાસ અને ત્યારબાદ ઓપરેશનો કરવામાં આવે છે. શ્રી વાલજીભાઈનાં અમૃતમહોત્સવે હર્યાં ભર્યાં જીવનમાં ૭૫ વર્ષ પૂર્ણ કરવા બદલ વડિલની સ્મૃતિનું સંભારણું સચવાઈ રહે એ માટે ૪૦ વ્યક્તિઓનાં મોતિયાના ઓપરેશનો કરાવવામાં સહભાગી થઈ સેવા સમર્પણ અને સદ્ભાવનાથી જીવનપથને સુગંધિત બનાવ્યો છે.

આંખના મોતિયાના ઓપરેશનમાં 2.2 mm નો કાપો પાડી ૪૦ દર્દીઓની આંખોમાં ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) બેસાડવામાં આવ્યા.
માનવસેવાના આ કાર્ય માટે દાતાશ્રી પરિવાર ધન્યતા અનુભવી રહ્યા છે.
સંસ્થા દાતાશ્રી પરિવારનો હાર્દિક આભાર માને છે.