શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
પુત્ર તુલ્ય જમાઈ સ્વ.પંકિલ હસમુખભાઈ બચુભાઈ સતરા નાં આત્મશ્રેયાર્થ પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ સંસ્થાનાં મેડીકલ સહાય ફંડમાં માતબર રકમનું અનુદાન આપી સેવાની જયોતને પ્રજ્વલિત રાખવા બદલ આભાર... ધન્યવાદ... અનુમોદના...
આત્મશ્રેયાર્થ
સ્વ.પંકિલ હસમુખભાઈ બચુભાઈ સતરા (મનફરા ~ ઘાટકોપર)
દેહવિલય : બુધવાર, તા. ૧૬ ~ ૦૮~ ૨૦૨૩
નાની ઉંમરે વણ્યો જીવન મંત્ર
"આવે જો વિપત્તિ,
ક્યારેય ના મૂંઝાશો".
હસતા...હસતા...અડગતાથી,
કર્યો મુકાબલો જીવન સફરનો
સદાય આપતા સર્વને લાભ,
જિંદાદિલ ~ ખુમારી એજ સ્વભાવ.
ક્યાં હતી ખબર કોઈને! હશે સમય જિંદગીનો ઓછો,
ભાઈ પંકિલ કરશે આમ અચાનક પરમાત્મા પાસે નિવાસ.
ઋણાનુંબંધે સત્કાર્યો દ્વારા માનવ સેવા મહાન મંત્રને આત્મશાત કરી શ્રી વાગડ કલા કેન્દ્રનાં મેડીકલ સહાય ફંડમાં અનુદાન આપનાર દાતાશ્રી શ્રીમતી હંસાબેન કાંતિલાલ ખેરાજ ગડા (લાકડીયા ~ જેલમોલી ~ દાદર) પરિવારની સંસ્થા ભૂરિ ભૂરિ અનુમોદના કરતાં હાર્દિક આભાર માને છે.
ભાઈ પંકિલનો આત્મા જલ્દીથી જલ્દી મોક્ષમાર્ગનો અનુગામી બને એજ પ્રાર્થના.