શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
યુરોલોજીનાં વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટર્સ દ્રારા યુરોલોજીનાં વિવિધ ઓપરેશનો

શનિવાર, તા. ૧૮-૦૧-૨૦૨૫

> આર્થિક સહકાર

પિતાશ્રી લખમશી ધનજી સત્રા
અરિહંત શરણ: તા. ૧૮-૧૨-૨૦૦૦
શ્રી પ્રવીણ લખમશી સત્રા
અરિહંત શરણ: તા.૧૨-૦૧-૨૦૧૩
માતુશ્રી ખીમઈબેન લખમશી સત્રા
અરિહંત શરણ: તા. ૧૫-૦૨-૨૦૨૧

દાદીશ્રી ખીમઈબેન અને દાદાશ્રી લખમશી ધનજી સત્રા તેમજ પિતાશ્રી પ્રવીણ લખમશી સત્રાનાં સ્મરણાર્થે
હસ્તે
શ્રીમતી શાંતાબેન પ્રવીણ લખમશી સત્રા
ચિ. યશ પ્રવીણ સત્રા (આધોઈ)
અ.સૌ. મિત્તલ મિત્તુલ કાંતીલાલ ગાલા (ઝાલાણી)

> જેમાં યુરોલોજીના નિષ્ણાંત ડૉક્ટરર્સ દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિ અને કીડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની તપાસ - સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે જેમને પથરીના રોગની તકલીફ હોય તે વ્યક્તિ આવે.
> પથરીનાં જે દર્દીનું ઓપરેશન હશે તેમનાં કેસ પેપર ફ્રી રહેશે.
> યુરોલોજી દર્દીઓએ ગુરુવાર, તા.૧૬.૦૧.૨૦૨૫ પહેલાં સ્થાનિકે હોસ્પિટલ મધ્યે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરુવાર, તા.૧૬.૦૧.૨૦૨૫ નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.
> દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા.૧૮-૦૧-૨૦૨૫ થશે.
> સ્થાનિકે ઉપરોક્ત વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતાં ફ્રી ઓપરેશનોની જાણ જરૂરિયાતમંદ દર્દીઓને કરવી અને આનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી.

> વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે