શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
વાગડ સમાજના દરેક મતદારનો નમ્ર આહ્વવાન

આવાહૃન... આવાહૃન...આવાહૃન...

> સુજ્ઞ જ્ઞાતિજનો મતદાન કરવું અતિ આવશ્યક છે.
> રજાઓ આવવાથી ફરવા જઈએ અને મતદાન ન કરીએ એ ખરેખર ગંભીર અપરાધ સમાન ગણાય.
> કોઈપણ દેશની લોકશાહી પુખ્ત ત્યારે જ બને જ્યારે એ દેશનો નાગરિક બંધારણનાં હક્ક - ફરજો સમજી પરિપક્વતા દાખવે.
> લોકશાહીનું જતન કરીએ ને મતદાન કરીએ -
સોમવાર, તા. ૨૦/૦૫/૦૨૪
> દરેકેદરેક વાગડ સમાજનાં મતદારોને ૧૦૦% મતદાન કરવા શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા આગ્રહભરી વિનંતી કરે છે.
> ઘણી વખત આપણું રહેઠાણ બદલાય ગયું હોય ત્યારે જૂના એડ્રેસ ઉપર આપણું મતદાન કેન્દ્ર હોય ત્યાં જઈને પણ મતદાન અવશ્ય કરવું.
> સૌ પ્રથમ મતદાન , એનાથી અગત્ય કોઈ કામ નથી એવો દઢ્ નિશ્ચય કરો.
> જો આપ ધંધા - વ્યવસાય સાથે સંકળાયેલા છો તો આપની સાથેની, આપને ત્યાં કામ કરતા સૌ કોઈને મત આપવા પ્રોત્સાહિત કરશો.

ચાલો, આપણે સૌ મતદાન કરી આપણા સમાજની જાગૃતતાનો સૌને પરિચય કરાવીએ.

" મતાધિકાર આપણી પવિત્ર ફરજ
મતદાન કરવું ના ચૂકાય એ આપણું કર્તવ્ય."


લિ. ટ્રસ્ટ બોર્ડ ● અધિકાર બોર્ડ તેમજ કારોબારી સમિતીનાં સભ્યો.