શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ

મેડીક્લેઈમ યોજના - વર્ષ ૨૧માં પ્રવેશ
મેડીક્લેઈમ પોલિસી રીન્યુઅલ બાબત સુચનાઓ

શ્રી વાગડ કલા કેન્દ્ર દાદરની એડમીન ઓફિસ મધ્યે મેડીકલેઈમ પોલિસીનાં રિન્યુઅલ પ્રિમીયમનું કામકાજ
બુધવાર, તા. ૨૧-૦૬-૨૦૨૩ થી ચાલુ
સમય : સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૫


આ વર્ષે મેડીક્લેઈમ કંપની એ પ્રિમીયમમાં 30% થી 40% જેટલો વધારો કરેલ છે એટલે સંસ્થાને 'C' કેટેગરી માટે અપાતી રાહતમાં રૂપિયા પચાસ લાખના વધારાનો આર્થિક બોજો આવશે. અત્યાર સુધી 'C' કેટેગરીનાં પોલિસીધારકો પાસેથી સહભાગી તરીકે વ્યકિત દીઠ રૂ।. ૧૫૦૦/- લેવામાં આવતાં હતાં તેની જગ્યાએ આ વર્ષથી રૂા. ૨૦૦૦/- વ્યક્તિ દીઠ આપવાના રહેશે આમ, આ પ્રિમીયમ ઉપરાંત રૂપિયા પચાસ લાખનો વધારાનો આર્થિક બોજો શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થા ઉપર આવશે.

* દરેક પોલિસીધારકોએ પ્રિમીયમનાં વધારા મુજબ આર્થિક જોગવાઈ કરવાની રહેશે.

* રિન્યુઅલ માટે વર્ષ 2022-23ની મેડીક્લેઈમ પોલિસીનાં પ્રથમ અને બીજા પેજની બે કોપી ઝેરોક્સ સાથે લાવવી / મોકલાવવી તેમજ ઓરીજનલ પોલીસીનાં બધા જ પેપર સાથે રાખવા.

આ વર્ષે KYC ફરજીયાત હોવાથી મુખ્ય પોલિસીધારકના આધાર કાર્ડ અને પેનકાર્ડની બે ઝેરોક્સ કોપી સહી કરીને સાથે લાવવી.

* ઘરની કોઈપણ એક વ્યકિતનું Email ID રજીસ્ટર કરવું જરૂરી છે

* પોલિસીધારકે પોલીસી સાથે પોલીસી હોલ્ડરનું CTS-2010 અને IFSC કોડવાળો સહી કરેલ બે કોરા ચેક રકમ લખ્યા વગરનાં A/C pay કરીને સાથે લાવવા.

* ચેકની પાછળ પોલિસી હોલ્ડરનું નામ/ મોબાઈલ નં. / પોલિસી નંબર/ લખવા.

* ચેકથી જ પેમેંટ સ્વીકારવામાં આવશે. જો પોલિસીધારકનું બેંકમાં સેવિંગ ખાતું ના હોય તો તુરંતમાં જ ખાતું ખોલાવી લેશો જે જરૂરી છે.

* જો આપની પોલિસી ગેરવલ્લે મુકાઈ ગઈ હોય અથવા મળતી ના હોય તો ઓફીસમાં ફોન કરીને પોલિસી નંબર મેળવી ન્યુ ઈંડિયાની ઓફિસ વિલેપાર્લામાં જઈ ડુપ્લીકેટ પોલિસી મેળવી લેવી. રીન્યુઅલ સમયે પોલિસી કોપી ફરજીયાત લાગશે.

* પોલિસીમાં કોઈપણ ફેરફાર કરવો હોય તો પોલિસી હોલ્ડરે રીન્યુઅલ વખતે જાતે આવવું પડશે.

* પોલિસીમાં કોઈપણ સુધારા વધારા કરાવવાનાં હોય જેમ કે નવું નામ ઉમેરવું તેનું બર્થ સર્ટિફિકેટ / આધાર કાર્ડ, પેન કાર્ડનીબે – બે કોપી ઝેરોક્સ અને બે ફોટા સાથે લાવવા.

* અવસાન થયું હોય તો Death Certificate ની બે ઝેરોક્સ કોપી સાથે લાવવી.

* Address (સરનામું ) બદલી કરવું હોય તો એડ્રેસ પ્રુફ માટે Agreement ની કોપી અથવા એડ્રેસ બદલી થયેલ આધાર કાર્ડની બે ઝેરોક્સ સાથે લાવવી.

* તેવી જ રીતે છોકરીનાં લગ્ન થઈ ગયા હોય અને નામ બદલી કરવા માટે મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે અથવા નામ બદલી કરાવેલ આધાર કાર્ડ ની બે કોપી ઝેરોક્સ.

* જે પોલિસીમાં છોકરાની ઉંમર ૨૫ વર્ષ થઈ ગઈ હોય તેની પોલિસી અલગ કાઢવામાં આવશે અને એ માટે મુખ્ય પોલિસીધારક અને દિકરાને ફોર્મમાં સહી કરવા માટે બંનેને આવવું પડશે તેમજ છોકરાની સેવિંગ બેંક અકાઉન્ટના બે કોરા ચેક સહી કરેલા સાથે લાવવાના રહેશે તેમજ તેના આધાર કાર્ડ અને પેન કાર્ડની બે ઝેરોક્સ કોપી સાથે લાવવાની રહેશે.