સફરનામા : પરંપરા થી પ્રેરણા સુધીનો પ્રવાસ
વાગડ ક્લા કેન્દ્ર

આપ સહર્ષ નિમંત્રિત છો.. "તારીખ મનમાં બાંધી રાખજો"
તારીખ : શનિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫
સમય : સાંજના ૪.૩૦ કલાક થી
સ્થળ : યોગી સભાગૃહ, દાદર (ઈસ્ટ)

> સાઠ વર્ષની આ સફર ફક્ત સંખ્યાનો આંકડો નથી, એ તો તપસ્યા, સમર્પણ અને સમાજપ્રેમની સાબિતી છે.
> આ સફરનામું અમને શીખવે છે કે સાચા હેતુ સાથે કરવામાં આવેલું કાર્ય ક્યારેય વ્યર્થ નથી જતું. આજે જ્યારે આપણે આ યાત્રાને યાદ કરીએ છીએ, ત્યારે ગર્વ થાય છે કે સંસ્થાએ પોતાના અસ્તિત્વને અર્થપૂર્ણ બનાવ્યું છે.
> આગળનો રસ્તો હજી લાંબો છે, બદલાતી દુનિયા સાથે નવા પડકારો અને નવી તકો આપણા સામે આવશે, પરંતુ અમને વિશ્વાસ છે કે આ સંસ્થા પોતાના મૂળ મૂલ્યોને જાળવી રાખીને આવતી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે.