શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ અને
વાગડ કલા કેન્દ્ર કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લિમિટેડ
નિઃસ્વાર્થ ભાવે કરાવી સેવા એજ ખરી માનવતાની નિશાની

શ્રી વાગડ વિશા ઓસવાળ ચોવીસી મહાજનમાં શ્રી વાગડ કલા કેન્દ્રની ટીમના ત્રણ કાર્યકરોની નિયુક્તિથી સામાજિક સિધ્ધિને વધાવવાની વેળાં


શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થામાં હાલે ટ્રસ્ટીપદ તેમજ ક્રેડિટ સોસાયટીમાં ડાયરેક્ટર પદ શોભાવતા મનફરાના માનનીય શ્રી દામજીભાઈ ભોજરાજ બુરીચા તેમજ સંસ્થાના માનદ મંત્રી તેમજ ક્રેડિટ સોસાયટીમાં પણ ડાયરેકટર પદે કાર્યરત નૂતન ત્રંબૌનાં માનનીય શ્રી પ્રવીણભાઈ કરમણ ગાલા બન્નેની ચોવીસી મહાજનનાં ટ્રસ્ટ બોર્ડમાં ટ્રસ્ટીપદે નિમણૂંક થવા બદલ તેમજ અગાઉ ચોવીસી મહાજનની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા લાકડીયાના શ્રી દામજીભાઈ પ્રેમજી ગડા આ ત્રણેય કાર્યકરો સમાજનાં કાર્યો
શ્રી વાગડ કલા કેન્દ્રમાં સક્રિય પણે સેવા આપી રહ્યાં છે. એમની સેવાનો લાભ વધુને વધુ સમગ્ર સમાજને ઉપલબ્ધ થાય એવી શુભ ભાવના સાથે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાની ટીમના સર્વે કાર્યકરો આનંદની અનુભૂતિ અનુભવતાની સાથે શુભેચ્છાઓની હારમાળા આપી રહ્યાં છે.