શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
ભચાઉ મધ્યે યુરોલોજીનાં વિવિધ ઓપરેશનો
શનિવાર, તા.૨૮-૦૬-૨૦૨૫

આર્થિક સહકાર
પુણ્યશ્લોકી વેલજીભાઈ ધનજીભાઈ નંદુ (કકરવા)

તપાસ અને ઓપરેશનો માટેનું સ્થળ
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

- જેમાં યુરોલોજીના નિષ્ણાંત ડૉક્ટરર્સ દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિ અને કીડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની તપાસ સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે.
- જેમને પથરીના રોગની તકલીફ હોય તે વ્યક્તિ આવે. 
- પથરીનાં જે દર્દીનું ઓપરેશન હશે તેમનાં કેસ પેપર ફ્રી રહેશે.
- યુરોલોજી દર્દીઓએ ગુરુવાર, તા. ૨૬-૦૬-૨૦૨૫ પહેલાં સ્થાનિકે હોસ્પિટલ મધ્યે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરુવાર, ૨૬-૦૬-૨૦૨૫ નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.
- દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા. ૨૮-૦૬-૨૦૨૫ થશે.
- સ્થાનિકે વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતાં ફ્રી ઓપરેશનોની જાણ જરૂરિયાતમંદ દર્દીઓને કરવી અને આનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી.
- વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.