શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
૯૦મો ફ્રી સર્જિકલ કેમ્પ-યુરોલોજી કેમ્પ


શનિવાર,તા.૨૬-૦૮-૨૦૨૩
આર્થિક સહકાર :- શ્રી વાગડ ભક્તિ મંડળ (માટુંગા)
સહયોગ અને સ્થળ : શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)


આ કેમ્પમાં ફક્ત યુરોલોજી એટલે કે કિડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની જ તપાસ સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે.

યુરોલોજી દર્દીઓને ગુરૂવાર, તા.૨૪-૦૮-૨૦૨૩ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ફિઝિશિયન ડૉ. નિખિલેશ પટેલ પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરૂવાર, તા.૨૪-૦૮-૨૦૨૩નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.

દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા.૨૬-૦૮-૨૨૩નાં થશે.

કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ ના કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી

મુંબઈથી આવતા ડૉક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.