શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
દ્વારા આયોજિત
૯૭મો ફ્રી સર્જિકલ કેમ્પની શૃંખલામાં યુરોલોજી કેમ્પ
શનિવાર તા. ૨૮.૦૯.૨૦૨૪
* આર્થિક સહકાર
દાદા ગુરૂ અજરામર જીવદયા મંડળ, ઘાટકોપર (વેસ્ટ)
હસ્તે
શ્રીમતી શાંતાબેન શાંતિલાલ ગાલા (ભચાઉ) અને શ્રીમતી હીરુબેન મેપશી છેડા (ખારોઈ)
સહયોગ અને સ્થળ શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ (કચ્છ)
ભાઈઓ તથા બહેનો,
શ્રી વાગડ કલા કેન્દ્ર- મુંબઈ તરફથી ભૂંકપ બાદ ભચાઉ મધ્યે નવનિર્માણ પામેલ હોસ્પિટલમાં છેલ્લાં ૧૬ વર્ષમાં ૯૬ મેડિકલ અને સર્જિકલ કેમ્પ યોજાઈ ગયા.
આ ૯૭મો યુરોલોજી કેમ્પ, શનિવાર તા. ૨૮.૦૯.૨૦૨૪ના દિવસે રાખવામાં આવેલ છે. જેની વિગત પાછળ આપેલ છે.
આ કેમ્પમાં ફક્ત યુરોલોજી, પ્રોસ્ટેટ ગ્રંથિ અને નાના બાળકો ને થતા કીડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની જ તપાસ - સારવાર અન ઓપરેશનો કરવામાં આવશે.
યુરોલોજી દર્દીઓએ ગુરુવાર, તા.૨૬.૦૯.૨૦૨૪ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ફિઝિશિયન ડૉ. નિખિલેશ પટેલ પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરુવાર, તા.૨૬.૦૯.૨૦૨૪નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.
દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા. ૨૮.૦૯.૨૦૨૪ ના થશે
કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી.
મુંબઈથી આવતા ડૉક્ટરો કાંઈ પણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.