શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
સુવર્ણ જયંતિ ની આવી લહેર, કોર્નિયાગ્રાટિંગ કેમ્પ કરાવવા દંપતીએ કરી ખુશી જાહેર સફળ દામ્પત્ય જીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ...
શ્રીમતી ગુણવંતીબેન અને શ્રી હરિલાલ દેવશી સાવલા
લગ્ન તારીખ: તા. ૨૧-૦૧-૧૯૭૩ થી તા. ૨૧-૦૧-૨૦૨૩
લગ્નનાં પવિત્ર બંધનથી બંધાઈ પરસ્પર એકબીજાને પૂરક બની કર્મયોગ અને ધર્મયોગની પવિત્રતાને આત્મસાત કરી
ઘર-પરિવારને નંદનવન બનાવવા સદૈવ તત્પર એવા આપ દંપતીને લગ્નજીવનનાં પચાસ વર્ષની સોનેરી શુભેચ્છાઓ!
સંસ્થાને રૂપિયા એક લાખનું અનુદાન આપવા બદલ દાતાશ્રી દંપતી શ્રીમતી ગુણવંતીબેન અને શ્રી હરિલાલ દેવશી સાવલા ( મનફરા ~ ગ્રાન્ટ રોડ ) નો હાર્દિક આભાર માનતાં અભિનંદનની હારમાળા આપે છે.