શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
ભચાઉ મધ્યે યુરોલોજીનાં વિવિધ ઓપરેશનો
શનિવાર, તા.૨૪-૦૧-૨૦૨૬

આર્થિક સહકાર
માતુશ્રી માનુબેન કરમણ મોમાયા ગાલા

તપાસ અને ઓપરેશનો માટેનું સ્થળ
શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ-ભચાઉ (કચ્છ)

- આ યુરોલોજીનાં ઓપરેશનો માટે દાતાશ્રી ઉપરાંત સહાયક દાતા તરીકે *શ્રીમતી મણીબેન રમણીક ધનજી છાડવા* અને *માતુશ્રી ધનીબેન ગોકળ રીટા* સંચાલિત *શ્રી અંધેરી વાગડ વિશા ઓસવાલ જૈન મેડિકલ સેન્ટર મુંબઈ* તરફથી સંસ્થાને આર્થિક અનુદાન મળેલ છે. સંસ્થા દાતાશ્રીઓનો હાર્દિક આભાર માને છે.
- યુરોલોજીના નિષ્ણાંત ડૉક્ટરર્સ દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિ અને કીડનીમાં પથરીના વિવિધ પ્રકારનાં રોગોની તપાસ – સારવાર અને ઓપરેશનો કરવામાં આવશે.
> જેમને પથરીના રોગની તકલીફ હોય તે વ્યક્તિ આવે.
> પથરીનાં જે દર્દીનું ઓપરેશન હશે તેમનાં કેસ પેપર ફ્રી રહેશે.
- યુરોલોજી દર્દીઓએ ગુરુવાર, તા. ૨૨-૦૧-૨૦૨૬ પહેલાં સ્થાનિકે હોસ્પિટલ મધ્યે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઓપરેશન માટે ગુરુવાર, તા. ૨૨-૦૧-૨૦૨૬ નાં રોજ દાખલ થવાનું રહેશે જેની નોંધ લેવા વિનંતી.
- દાખલ થયેલ દર્દીઓના ઓપરેશનો શનિવાર, તા. ૨૪-૦૧-૨૦૨૬ થશે.
- સ્થાનિકે વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટર્સ દ્વારા કરવામાં આવતા ફ્રી ઓપરેશનોની જાણ જરૂરિયાતમંદ દર્દીઓને કરવી અને આનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી.
- વિઝિટિંગ નિષ્ણાંત ડોક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.