શ્રી વાગડ કલા કેન્દ્ર - લગ્નજીવનની ૫૦મી વર્ષગાંઠ નિમિતે સંસ્થાને મેડિકલેઈમ પ્રિમીયમ સહાય ફંડમાં માતબર રકમનું અનુદાન આપનાર દાતાર દંપત્તિને સોનેરી, અવસરે આપીએ અભિનંદન.

શ્રીમાન વેલજીભાઈ અને શ્રીમતી અમૃતાબેન દિલેર દંપતિનો રેશમ ગાંઠે ગૂંથાયો સંબંધ આજથી પચાસ વર્ષ પહેલાં, પ્રેમ - વિશ્વાસ - સ્નેહ ને સમર્પણ એ સંબંધોનાં પ્રાસનાં રચાયા સાથિયા. આપ બન્નેનાં મધુર સંબંધ થકીજ પરિવારનાં સંસ્કારની લીલી વાડીમાં પ્રસરી રહી છે સોનેરી સુવાસ, વાત્સ્યભર્યા હાથ ને રહે સદાય આપનો સાથ પછી સર્વત્ર ફેલાય અજવાસ જ અજવાસ! મામાનાં હુલામણાં નામે ઓળખાતા વેલજીભાઈ આપ અપ્રિતમ છો. આપના આગામી હિરક-પ્લેટેનિયમ મહોત્સવ પણ નિરોગી, સ્વસ્થ ને દિર્ધાયુ બની રહે એજ શુભેચ્છાઓનો ગુલદસ્તો આપી રહ્યો છે સહપરિવાર.

શ્રી વાગડ કલા કેન્દ્રને મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં અનુદાન આપનાર
શ્રીમતી અમૃતાબેન વેલજી નરશી શાહ (આધોઈ-થાણા) નાગરિક સ્ટોર્સ દાતાર પરિવારનો સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. અઢળક શુભેચ્છાઓ સહ અભિનંદનનો ગુલદસ્તો આપે છે.