શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
મોરનાં ઈંડા ચીતરવા ના પડે
દિપ્તી બિલ્ડર્સ પરિવારે સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં 3 લાખનું અનુદાન આપ્યું એ બદલ ધન્યવાદ! આભાર! અનુમોદના!
સત્કાર્યો જ જેમની શોભા છે. સજ્જનતા જ જેમની સુવાસ ને પરોપકાર જ જેમનું જીવન ધ્યેય એવા ઘેઘુર વૃક્ષ સમા દિપ્તી બિલ્ડર્સ પરિવારની શીતળ છાયામાં સમાજની અનેક સંસ્થાઓ આર્થિક અનુદાન થક ફૂલીફાલી રહી છે.
સાવલા પરિવારના ત્રિપુટી બંધુઓ શ્રીયુત ડો. કાંતિલાલ, શ્રીયુત શ્રી ચંદુભાઈ તેમજ શ્રીયુત શ્રી રમેશભાઈએ ખરેખર માતુશ્રી તેમજ પિતાશ્રીની આન બાન ને શાનને ઉજળી કરી છે. મોરનાં ઈંડાને ચિતરવા ના પડે એ કહેવત પણ પરિવારની યુવા પેઢી યથાર્થ કરી રહી છે, જે અવિરત વહેતાં સમયનાં વહેણ સાથે ધાર્મિક, જીવદયા, શૈક્ષણિક ક્ષેત્રની સાથે માનવ ધર્મનાં મૂલ્યને સમજી, જ્ઞાતિજનોનાં લાભાર્થે શ્રી વાગડ કલા કેન્દ્ર સંસ્થાનાં મેડીકલેઈમ પ્રીમિયમ સહાય ફંડમાં ૩ લાખનું ( વર્ષ ૨૦૨૪ -૨૦૨૫, ૨૦૨૫-૨૦૨૬ અને ૨૦૨૬- ૨૦૨૭ એમ ૩ વર્ષ પ્રત્યેક વર્ષનાં ₹ ૧ લાખ) અનુદાન આપી પોતીકી સંસ્થાનું ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે.
સંસ્થા એમનાં આ અનુકરણીય અનુમોદનીય કાર્યને બિરદાવતાં દાતાશ્રી માતુશ્રી પાનબાઈ કલ્યાણજી વીરજી સાવલા પરિવાર (મનફરા-દાદર) નો હૃદયપૂર્વક આભાર માને છે તેમજ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે.