પાંચ પ્રજ્ઞાચક્ષુઓનાં નયનમાં પ્રકાશનો પૂંજ બની પ્રકાશિત થયાં,
સમયે સમયે સૌની સંભાળ લેતો આત્મા આજે સમયાધીન અળગો થયો.
આજે એ આત્માનાં કલ્યાણ માટે દીન દુઃખીયાનાં બેલી બની પરિવારે લેધો અનન્ય લાભ,
પાંચ વ્યક્તિના જીવનમાં તમસને દૂર કરી ઉજાસ ફેલાવવાનો કર્યો પ્રયાસ.
સંસ્થાના માનવ સેવાનાં આવા શુભ કાર્ય માટે સદાય સહયોગ આપનાર દાતા પરિવારના શ્રી ચંદ્રકાંત ભૂરાલાલ કારીઆ અને શ્રીમતી તારાબેન ચંદ્રકાંત કારીઆપરિવારને સંસ્થા ખૂબ ખૂબ ધન્યવાદ આપતા ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.