શ્રી વાગડ કલા કેન્દ્ર-મુંબઈ
દ્વારા આયોજિત
શૈક્ષણિક સન્માન સમારંભ-૨૦૨૪
હાર્દિક આમંત્રણ

રવિવાર તા. ૦૧-૧૨-૨૦૨૪
સમય : સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ.
સ્થળ : યશવંત નાટ્ય મંદિર, સ્ટાર સીટીની બાજુમાં, માટુંગા (વેસ્ટ), મુંબઈ- ૪૦૦૦૧૬.
અતિથી વિશેષ : શ્રી જૈમિત દોશી (ડિજિટલ માર્કેટિંગ સ્પીકર)

* આ વર્ષની 801 વિદ્યાર્થીઓનાં પ્રિન્ટ કરેલ બાયોડેટાવાળી બુકલેટમાંથી ક્રમાંક 001 થી 393 અને 148 A, 240 A, 280 A = 396 ટોટલ વિદ્યાર્થીઓનું સન્માન સ્ટેજ ઉપર બોલાવીને કરવામાં આવશે.

* જે વિદ્યાર્થીઓનું સન્માન છે અને જે વિદ્યાર્થીઓનું નામ ફક્ત બુકલેટમાં પ્રિન્ટ કરેલ છે (સન્માન નથી) એ દરેકને Invitation Card કુરિયર/પોસ્ટ દ્વારા મોકલાવેલ છે, તેમજ E-Invitation Card તેમના Email ID ઉપર મોકલાવેલ છે. Email Boxમાં ચેક કરી લેવું.

* જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરવાનું છે, તેમને Invitation Card માં ફોટો સાથે સિરિયલ ક્રમાંકવાળી કાપલી તેમજ QR Code મોકલાવેલ છે.

* જે શૈક્ષણિક સન્માન સમારંભના દિવસે ખાસ યાદ કરીને સાથે લઈને આવવું. સન્માન માટે સ્ટેજ ઉપર જાવ ત્યારે કાર્યકરને કાપલી આપવી તેમજ QR Code Scan કરાવવું.

હોલમાં પ્રવેશ સવારે ૯:૩૦ કલાકે
કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ : ૦૦ કલાકે શાર્પ.

જે વિદ્યાર્થી ભાઈ-બહેનો સન્માન સમારંભમાં સંજોગોવસાત ઉપસ્થિત રહી નહીં શકે તેનું કારણ અને તેમના વતીથી સન્માન સ્વીકારવા માટે કોણ આવશે તેમનું પૂરું નામ, ગામ, પોતાનો સન્માન ક્રમાંક લખી અરજી Email: svkkstudents@gmail.com ગુરૂવાર, તા. ૨૮-૧૧-૨૦૨૪ સુધીમાં સંસ્થાની ઓફિસમાં/રૂબરૂ મોકલવાનું રહેશે.

સંસ્થાને જો કારણ યોગ્ય લાગશે તો જ મંજૂરી આપવામાં આવશે. Application મંજૂર / નામંજૂરની જાણ Email દ્વારા કરવામાં આવશે.

વિદ્યાર્થી ભાઈઓ, બહેનો તેમના વાલીઓ, સ્નેહી સ્વજનો તેમજ સમાજના શિક્ષણ પ્રેમી જ્ઞાતિજનોને સમયસર કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ.

વિવાદસ્પદ કેસમાં કોનું સન્માન સ્ટેજ ઉપર બોલાવીને કરવું એ માટે સંસ્થાનો નિર્ણય આખરી ગણાશે.

આ વર્ષના શૈક્ષણિક ભેટ-૨૦૨૪ના દાતા
માતુશ્રી પાંચીબેન બાબુલાલ હીરજી ગડા હસ્તે : શ્રીમતી નયનાબેન સંદીપ બાબુલાલ ગડા (સામખીયારી-અંધેરી)