શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
સંસ્થાના મેડિકલ પ્રિમિયમ સહાય ફંડમાં અનુદાન

સંસ્થાનાં મેડિકલ પ્રિમિયમ સહાય ફંડમાં માવિત્રોનાં સ્મરણાર્થે માતુશ્રી જેતબાઈ મોણશી બુરીચા પરિવારે આપ્યું માતબર રકમનું અનુદાન..

ગામઃ લાકડીયા, હાલેઃ ગોવાલિયા ટેન્ક, દાદર, મુંબઈ

પિતૃવંદના: ૩૫મી પુણ્યતિથી
પિતાશ્રી મોણશી મેપશી બુરિયા
દેહ પરિવર્તનઃ તા. ૨૨-૦૪-૧૯૯૦

માતુવંદના : ૧૩મી પુણ્યતિથી
માતુશ્રી જેતબાઈ મોણશી બુરીચા
દેહ પરિવર્તનઃ તા. ૦૧-૦૪-૨૦૧૨

નયનોમાં નેહ ને નમ્રતાનું અંજન,
અષ્ટ ઉપર અમૃત ને સ્મિતનું દર્શન,
દિલ દયાવાન ને કરૂણાનું ગુંજે ગુંજન,
રહ્યું નિરંતર અતરમાં અરિહંતનું રટણ,
સંસ્થા-સમાજ માટે આદરણીય આપ,
પરિવાર, સ્નેહી-સ્વજન માટે
પ્રેમભર્યું સમર્પણ તમારું ખાસ.

સંતાનો માટે સદાય તીર્થ સ્વરૂપ એવા માવિત્રોના સ્મરણોને યાદ કરી આપીએ સ્મરણાંજલિ આજ.. શત શત વંદન વારંવાર..

સંસ્થાની મુશ્કેલ પરિસ્થિતિને સમજી આર્થિક યોગદાન આપવા બદલ માતુશ્રી જેતબાઈ મોણશી બુરીચા (લાકડીયા)પરિવાર નો ખૂબ ખૂબ આભાર..અનુમોદના..ધન્યવાદ..

લિ. ટ્રસ્ટબોર્ડ, અધિકારી બોર્ડ અને મેનેજિંગ કમિટિનાં સભ્યો