શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
સંસ્થાનાં મેડિકલ ક્ષેત્ર તેમજ શૈક્ષણિક ઉત્કર્ષનાં કાર્ય માટે અનુદાન
સંસ્થાનાં મેડિકલ ક્ષેત્ર તેમજ શૈક્ષણિક ઉત્કર્ષનાં કાર્ય માટે સતત ૩ વર્ષ સુધી માતબર રક્મનું અનુદાન આપવા બદલ અ.સૌ. નીતાબેન પ્રેમજી જેઠાલાલ ગાલા પરિવારનો આભાર...ધન્યવાદ... ભૂરી ભૂરી અનુમોદના...
પિતાશ્રી જેઠાલાલ ભોજરાજ ગાલા,
માતુશ્રી કેસરબેન જેઠાલાલ ગાલા,
શ્રીમાન પ્રેમજી જેઠાલાલ ગાલા,
અ.સૌ. નીતાબેન પ્રેમજી ગાલા
સમગ્ર સમાજ માટે આદર્શરૂપ કહી શકાય એવી સંસ્થાની દીર્ધયાત્રા સામાજિક એકતા અને ઉર્જા થકી મેડિકલ ક્ષેત્રે તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વધુને વધુ ઉતરોત્તર પ્રગતિ સાધે એ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી બનીને દાનયજ્ઞમાં માટીની કોયડી બની જાઉં એજ મહેચ્છા !
ધાર્મિક અનુષ્ઠાન, જીવધ્યા તેમજ માનવસેવા પ્રેમી પરિવાર માતુશ્રી કેસરબેન જેઠાલાલ ભોજરાજ ગાલા (આધોઈ) હસ્તે અ.સૌ. નીતાબેન પ્રેમજી જેઠાલાલ ગાલા પરિવારે શ્રી વાગડ કલા કેન્દ્રનાં મેડિકલ સહાય ફંડ ગુલદસ્તામાં સતત ૩ વર્ષ (વર્ષ: ૨૦૨૪- ૨૫, ૨૦૨૫- ૨૬ અને ૨૦૨૬-૨૭) માટે માતબર રકમનું અનુદાન આપવા બદલ સુકૃત કાર્ય કરનાર દાતાશ્રી પરિવારની સંસ્થા ફરીથી ભૂરી ભૂરી અનુમોદના કરે છે.
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટિ મેમ્બર્સ