શ્રી વાગડ કલા કેન્દ્ર – મુંબઈ
મેડીક્લેઇમ યોજના ૨૩ માં વર્ષમાં પ્રવેશ
સંસ્થાની દાદર એડમીન ઓફીસ મધ્યે મેડીક્લેઈમ પોલીસી પ્રિમિયમના રિન્યુઅલ નું કામકાજ
તારીખઃ સોમવાર, ૨૩-૦૬-૨૦૨૫ થી ચાલુ
સમયઃ સવારે ૧૧ થી ૧ અને બપોરે ૨ થી ૫
પોલીસી હોલ્ડરે રિન્યુઅલ વખતે નીચેના ફેરફાર માટે જાતે આવવું પડશે.
૧. પોલિસીમાં સુધારા વધારા કરાવવાના હોય જેમ કે નવું નામ ઉમેરવું હોય તો તેનું બર્થ સર્ટિફિકેટ/આધાર કાર્ડ, પેન કાર્ડની બે-બે ઝેરોક્ષ કોપી સાથે લાવવી.
૨. અવસાન થયું હોય તો ડેથ સર્ટિફિકેટ ની બે કોપી ઝેરોક્ષ સાથે લાવવી.
૩. તેવી જ રીતે છોકરીના લગ્ન થઈ ગયા હોય તો તેનું નામ પોલિસીમાંથી કઢાવવાનું રહેશે અને જો તેની Seprate Policy કરાવવી હશે તો મેરેજ સર્ટિફિકેટ જરૂરી છે અથવા નામ ચેન્જ કરાવેલ નવું આધાર કાર્ડની બે ઝેરોક્ષ કોપી સાથે લાવવી.
છેલ્લા દિવસની રાહ ન જોતા સર્વે પોલિસીધારકોએ સમયસર પોલિસી રિન્યુ કરાવવા નમ્ર અનુરોધ.