શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
૯૫ મો ફ્રી સર્જિકલ કેમ્પની શૃંખલામાં જ્નરલ સર્જરી કેમ્પ વિવિધ રોગોની તપાસ અને સર્જરી
તા. ૦૭/૦૭/૨૦૨૪, રવિવાર
આર્થિક સહકાર:-એક સદ્ ગૃહસ્થ તરફથી
સહયોગ અને સ્થળ :-શ્રી વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ – ભચાઉ (કચ્છ)
આ કેમ્પમાં જનરલ સર્જરીની નીચે મુજબની સારવાર અને ઓપરેશનનો થશે
જનરલ સર્જરી
એપેન્ડીક્સ, સારણ માંઠ, રસોળી, છાતીમાં ગાંઠ, પિતાશયની કોથળીમાં પથરી, વધરાવળ, તેમજ પેટની અન્ય બિમારીઓની તપાસ, સારવાર અને ઓપરેશન
દર્દીઓ ખાસ નોંધ લેશો
> આ કેમ્પમાં કેસપેપર ફ્રી રહેશે, એટલે દરેક દર્દીની તપાસ ફ્રી કરવામાં આવશે.
> અન્ય રોગ કે સારવાર માટે હોસ્પિટલનાં રૂટિન સમય મુજબ આવીને તપાસ કરાવી જવી.
> જનરલ સર્જરીના દર્દીઓએ શુક્રવાર તા.૫-૭-૨૦૨૪ પહેલાં વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં ફિઝિશિયન ડૉ. નિખિલેશ પટેલ પાસે તપાસ કરાવી, ફાઈલ તૈયાર કરાવી ઑપરેશન માટે શુક્રવાર તા. ૫-૭-૨૦૨૪ સુધીમાં દાખલ થવાનું રહેશે જેની નોંધ લેશો.
દાખલ થયેલ દર્દીઓના ઑપરેશનો રવિવાર તા. ૦૭-૦૭-૨૦૨૪ નાં રોજ કરવામાં આવશે.
કચ્છ-વાગડમાં રહેતા સ્થાનિકને ઉપરોક્ત કેમ્પની જાણ કરવી અને
જરૂરિયાતમંદ દર્દીઓ આ કેમ્પનો લાભ લે તેવી સૂચના આપવા વિનંતી
મુંબઈથી આવતા ડૉક્ટરો કાંઈપણ ચાર્જ લેતા નથી તેઓ ફક્ત માનદ્ સેવાઓ આપવા માટે આવે છે.
ઈમરજન્સી માટે સંપર્ક અને અન્ય પૂછપરછ માટે હોસ્પિટલનો મોબાઈલ નંબર -
9016292378 / 9687780873