શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
પૂજય પિતાશ્રી વેલજીભાઈ ભારમલ ગાલ (કાચ્છી) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે સંસ્થાનાં મેડીકલ સહાય ફંડનાં ગુલદસ્તામાં આપ્યું પરિવારે ₹ એક લાખનું અનુદાન.
સ્મરણોનું વિસ્મરણ કદીયે થાય નહીં, હૃદયે અંકીત ચિત્ર કદીયે વિસરાશે નહીં.
ધૂપસળીની જેમ સઘળે સુવાસ પ્રસરાવી ગયા, પરિવાને સુકૃત્યોના પાઠ શીખવી ગયાં.
અનુદાનનો ગુલદસ્તોઃ અનુદાનમાં આપેલ આ રકમ મેડિકલ ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે મેડિકલ અને સર્જિકલ કેમ્પ, કોર્નિયોગ્રાફટિંગ કેમ્પ, નેત્ર રક્ષા અભિયાન તેમજ મેડિકલ સહાય ફંડ અને મેડીકલેઈમમાં વાપરવામાં આવે છે.
સંસ્થા દાતાશ્રી માતુશ્રી દિવાળીબેન વેલજીભાઈ ભારમલ ગાલ (કાચ્છી) પરિવાર (લાકડીયા-દાદર) ની ભૂરી ભૂરી અનુમોદના કરતાં હાર્દિક આભાર માને છે.