શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
દ્વારા આયોજિત
શૈક્ષણિક સન્માન સમારંભ-૨૦૨૩
હાર્દિક આમંત્રણ

રવિવાર, તા.૦૩-૧૨-૨૦૨૩
સમય :સવારે ૧૦:૦૦ કલાકે શાર્પ.
સ્થળઃ યશવંત નાટ્ય મંદિર, સ્ટાર સીટીની બાજુમાં, માટુંગા (વેસ્ટ), મુંબઈ- ૪૦૦૦૧૬.
અતિથી વિશેષ : શ્રી શૈલેષ સગપરીયા ( લેખક અને મોટિવેશનલ સ્પીકર )

હોલમાં પ્રવેશ સવારે ૯:૩૦ કલાકે કાર્યક્રમની શરૂઆત સવારે ૧૦ : ૦૦ કલાકે શાર્પ

જે વિદ્યાર્થી ભાઈ-બહેનો મુંબઈમાં છે અને સન્માન સમારંભમાં સંજોગોવસાત ઉપસ્થિત રહી નહીં શકે તેનું કારણ અને તેમના વતીથી સન્માન સ્વીકારવા માટે કોણ આવશે તેમનું પૂરૂં નામ, ગામ, પોતાનો સન્માન ક્રમાંક લખી અરજી Email: svkkstudents@gmail.com દ્વારા અથવા સંસ્થાની ઓફિસમાં ગુરૂવાર, તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે .
સંસ્થાને જો કારણ યોગ્ય લાગશે તો જ મંજૂરી આપવામાં આવશે . Application મંજૂર / નામંજૂરની જાણ Email દ્વારા કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓ મુંબઈની બહાર કે ભારતની બહાર અભ્યાસ અર્થે, સર્વિસ માટે કે અન્ય કોઈ કારણસર બહારગામ છે તો તેમના વતીથી સ્ટેજ ઉપર સન્માન સ્વીકારવા માટે કોણ આવશે તેનું પુરું નામ, ગામ, પોતાનો સન્માન ક્રમાંક લખી અરજી Email : svkkstudents@gmail.com દ્વારા ગુરુવાર, તા. ૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં સંસ્થાની ઓફિસમાં કરવાની રહેશે.

વિદ્યાર્થી ભાઈઓ, બહેનો તેમના વાલીઓ, સ્નેહી સ્વજનો, વર્ષ દરમ્યાન સંસ્થાને અનુદાન આપનાર તેમજ સોવિનીયર બુકમાં અનુદાન આપનાર દાતાશ્રીઓ અને સમાજના શિક્ષણ પ્રેમી જ્ઞાતિજનોને સમયસર કાર્યક્રમમાં પધારવા હાર્દિક નિમંત્રણ.