શ્રી વાગડ કલા કેન્દ્ર - મુંબઈ
મેડિકલેઈમ પ્રિમિયમ સહાય ફંડમાં અનુદાન
સંસ્થાની મેડિકલેઈમ તેમજ મેડિકલ ક્ષેત્રની આર્થિક જરૂરિયાતને સમજી દાતાશ્રી શ્રીમતી દિવ્યાબેન દામજી પ્રેમજી ગડા (લાકડીઆ-ઘાટકોપર) પરિવારે અનુદાન આપી સમાજ અને સંસ્થા પ્રત્યે ઋણાનુંબંધને ઉજાગર કર્યો છે આજ !
સમાજનાં જ્ઞાતિજનો માટે સંસ્થા દ્વારા અનેકાનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખી તેમજ સંસ્થાની નાજૂક પરિસ્થિતિને સમજી શ્રી વાગડ કલા કેન્દ્રમાં વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા કાર્યકર શ્રી દામજી પ્રેમજી ગડા (લાકડીઆ- ઘાટકોપર) એ જે આર્થિક યોગદાન આપ્યું છે તે બદલ સંસ્થા દાતાશ્રી પરિવારની ભૂરિ ભૂરિ અનુમોદના કરતાં આભાર માને છે.
લિ. ટ્રસ્ટ બોર્ડ - અધિકારી બોર્ડ તેમજ મેનેજિંગ કમિટી મેમ્બર્સ