શ્રી વાગડ કલા કેન્દ્ર, શ્રી વાગડ ગ્રેજ્યુએટ્સ એસોસિએશન અને
શ્રી ભરત રાયચંદ કોરશી શાહ વિશા ઓશવાળ કેળવણી ફંડ ના સંયુક્ત ઉપક્રમે આયોજિત
ટ્રસ્ટ ના કાયદાઓ વિષયક સેમિનાર

સર્વે સંસ્થાઓના ટ્રસ્ટીગણ અને અધિકારીઓએ આ સેમિનાર માં હાજરી આપવી અત્યંત જરૂરી છે.

જો કોઈ ચેરિટી ટ્રસ્ટે પ્રોપર્ટી વેચવી હોય તો તે માટે કાયદામાં શું પ્રાવિધાન છે? શું ટ્રસ્ટને કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડે?
કોઈ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ લોન આપી શકે અથવા લોન લઇ શકે ખરું? તે માટે શું આગોતરા પગલાં લેવા જોઈએ?
જો કોઈ ટ્રસ્ટને ડોનેશન રકમનું નહિ પરંતુ પ્રોપર્ટી કે વસ્તુરૂપે મળે તો તેની કાયદામાં શું વ્યવસ્થા શું છે?
ક્યા ક્યા સંજોગોમાં ચેરિટી કમિશનર ટ્રસ્ટની મિલ્કત નો કબ્જો લઈને તેમાં એડમિનીસ્ટ્રેટર નીમીને તેનો વહીવટ પોતાના હસ્તક લઇ શકે?
જો કોઈ પબ્લિક ટ્રસ્ટે ચેરિટી ટ્રસ્ટના કાયદા પ્રમાણે અનુમતિપાત્ર ઇન્વેસ્ટમેન્ટ ન કર્યું હોય તો તેના શું પરિણામ આવી શકે?
જો આ બાબતે તમારે વધારે જાણકારી મેળવવી હોય તો તમારે આ સેમીનારમાં આવવું જ રહ્યું.

તારીખ-વાર: રવિવાર, તા. ૩૦ એપ્રિલ ૨૦૨૩
સમય : સવારે ૯.૩૦ થી બપોરે ૧.૦૦ સુધી
સ્થળ : શ્રી કરશન લઘુભાઈ નીસર હોલ, દાદર વેસ્ટ.
સેમિનાર ફીસ: આપનો કિંમતી સમય
(સેમિનાર ની વ્યવસ્થા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી)

વક્તાઓ
આવક્વેરા બાબત ના સ્પીકર
CA શ્રી. વિમલભાઈ પુનમિયા (ઈન્ક્મટેક્સ નિષ્ણાંત અને ઉત્કૃષ્ટ વક્તા)

ટ્રસ્ટ કાયદાના સ્પીકર
CA શ્રી. અરવિંદ સિંઘ (ચેરીટી ટ્રસ્ટના કાયદા નિષ્ણાત અને અનુભવી વક્તા)

સમય સારિણી
૦૯.૩૦ થી ૧૦.૦૦ : ચા-કોફી, નાસ્તો
૧૦.૦૦ થી ૧૨.૦૦ : સેમિનાર
૧૨.૦૦ થી ૧.૦૦ : પ્રશ્નોત્તરી સત્ર

રજીસ્ટ્રેશન માટે આપનું નામ, ગામ, ટ્રસ્ટનું નામ, મોબાઇલ નંબર Call અથવા WhatsApp દ્વારા મો. નં. 8419960743 ઉપર મોકલવા વિનંતી.

તા. ક. : આપના ટ્રસ્ટને લગતા ઇન્કમટેક્સ અને ચેરીટી કાયદાઓને લગતા કોઈ પ્રશ્નો હોય તો તે પણ ઉપરોક્ત વોટ્સએપ નંબર ઉપર મોકલાવી શકો છો.

લિ. SVKK, SVGA અને BRKF વતી માનદ્ મંત્રીઓ