શ્રી વાગડ કલા કેન્દ્ર પ્રસ્તુત
એક સત્ય ઘટના પર આધારિત ઐતિહાસિક ડાન્સ-ડ્રામા
રાની અબક્કા દેવી ચૌટા

તમારા અંત:પટલને ઝક્ઝોળ કરનારી આ નાટિકા ભારતના ઉલ્લાલ પ્રદેશની મહારાણી અબક્કા ની શૌર્યની ઝાંખી કરાવશે.

શ્રીવાગડ કલા કેન્દ્ર નામ પ્રમાણે ફરી એક વખત આપણા જ સમાજના ઉભરતા દિગ્દર્શક તથા કલાકારોને પ્રોત્સાહન આપવા સુસજ્જ બન્યું છે.
સંપૂર્ણ ટીમ દિગ્દર્શક, કલાકાર, નૃત્યકાર, તથા ગીતકાર સર્વ આપણા જ વાગડના જ ભાઈ-બહેનો છે. જેઓ પોતાની અદકેરી કળાથી આ નૃત્ય નાટિકાને એક યાદગાર સંભારણું બનાવશે.

આ અવિસ્મરણીય નૃત્ય નાટિકાના ફક્ત ત્રણજ શો થવાના છે. તો ચાલો આપણે સૌ હાજર રહીને આપણા જ ભાઈ બહેનો દ્વારા ભજવાયેલી આ નાટિકાને પોતાના સ્મરણપટલ ઉપર આલેખીએ.

શો ડિટેલ્સ
૧.તારીખઃ રવિવાર, ૧૨-૦૧-૨૦૨૫
સમયઃ સાંજે ૮.૩૦ કલાકે
સ્થળઃ દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ, વિલેપાર્લે ઈસ્ટ

૨.તારીખઃ સોમવાર, ૧૩-૦૧-૨૦૨૫
સમયઃ સાંજે ૮.૩૦ કલાકે
સ્થળઃ મહાકવિ કાલિદાસ નાટ્યમંદિર, મુલુંડ વેસ્ટ

૩.તારીખઃ મંગળવાર, ૧૪-૦૧-૨૦૨૫
સમયઃ સાંજે ૭.૦૦ કલાકે
સ્થળઃ સન્મુખાનંદ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી ઓડિટોરિયમ , સાયન ઈસ્ટ